આગામી ઇલેક્શન માં કોણ કોના પેચ કાપશે એ જોઉં રહ્યું:- રાજેન્દ્ર ત્રિવેદી
વડોદરાના આકાશમાં રંગોની છટા, ચાર દરવાજા વિસ્તારમાં રાજકિય આગેવાનો નો મકરસંક્રાંતિનો ઉત્સાહ છલકાયોઉત્તરાયણના પર્વે આજે વડોદરાનું આકાશ રંગબેરંગી પતંગોથી ઝળહળી ઉઠ્યું. હવામાં થોડી અછત હોવા છતાં શહેરના ચાર દરવાજા વિસ્તારમાં મકરસંક્રાંતિનો ઉત્સાહ કોઈ રીતે ઓછો જોવા મળ્યો નહોતો. રાજકીય અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને નગરજનો સાથે મળીને પરંપરાગત પર્વને ઉત્સાહપૂર્વક ઉજવતા નજરે પડ્યા. મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ સર્જાયો હતો. શહેરના આકાશમાં રંગબેરંગી પતંગો ચગતા જોવા મળ્યા હતા. હવા ઓછી હોવા છતાંય પતંગરસિયાઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો.આ પ્રસંગે રાજકીય અગ્રણીઓ પણ ઉત્સવમાં જોડાયા હતા. ગુજરાત સરકારના મુખ્ય દંડક તથા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાળકૃષ્ણ શુક્લ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, તેમજ શ્રી જીતેન્દ્ર સુખડિયા સહિતના નેતાઓ કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને મકરસંક્રાંતિની ઉજવણીમાં સામેલ થયા હતા.નેતાઓએ પતંગ ચગાવી પરંપરાગત તહેવારની ખુશી નગરજનો સાથે વહેંચી હતી અને સૌને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર વિસ્તારમાં લોકસંસ્કૃતિ, પરંપરા અને એકતાનો સુંદર નજારો જોવા મળ્યો હતો. બાળકો, યુવાનો અને વૃદ્ધો સૌ કોઈ ઉત્સવના આનંદમાં જોડાયેલા નજરે પડ્યા હતા.ચાર દરવાજા વિસ્તારમાં થયેલી આ ઉજવણીમાં પતંગોત્સવ સાથે સાથે લોકસંસ્કૃતિનું જીવંત દર્શન થયું હતું, જે વડોદરાની સાંસ્કૃતિક ઓળખને વધુ ઉજાગર કરે છે. મકરસંક્રાંતિના આ પર્વે શહેરમાં આનંદ, ઉત્સાહ અને ભાઈચારાનો સંદેશો ફરી એકવાર પ્રસરી ગયો હતો.

