ઉતરાયણ પર્વ નિમિત્તે યુવા સાંસદ ડો. હેમાંગ જોશીએ પતંગ ચગાવી આપી શુભકામનાઓ

વડોદરાના આકાશમાં ઉત્સવનો રંગ, પરંપરા અને સંસ્કૃતિનો સંગમઉતરાયણ એટલે ઉત્સાહ, ઉમંગ અને પરંપરાનો પર્વ…આજે જ્યારે વડોદરાનું આકાશ રંગબેરંગી પતંગોથી ઝગમગી ઉઠ્યું, ત્યારે શહેરના યુવા સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીએ પતંગ ચગાવીને નગરજનોને ઉતરાયણ પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી.પરંપરાગત માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉત્સવની ખુશી સાથે સામાજિક સંદેશ પણ આપવામાં આવ્યો.કાર્યક્રમ દરમિયાન ડો. હેમાંગ જોશીએ પતંગ ચગાવી પરંપરાગત ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને વડોદરા શહેરના નગરજનોને ઉતરાયણ પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે ઉતરાયણ પર્વ આપણા જીવનમાં નવી ઊર્જા, સકારાત્મકતા અને એકતાનો સંદેશ આપે છે.ડો. જોશીએ આ અવસરે સુરક્ષિત ઉતરાયણ ઉજવવાની અપીલ કરી હતી. ખાસ કરીને પક્ષીઓની સુરક્ષા, ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા તેમજ ટ્રાફિક અને જાહેર સલામતી જળવાય તે માટે નાગરિકોને જવાબદારીપૂર્વક પર્વ ઉજવવા જણાવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન યુવાનો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પતંગોત્સવના માહોલ વચ્ચે “કાઈ પો છે”ના નારા, હર્ષોલ્લાસ અને સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી.ઉતરાયણ પર્વ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં વડોદરાની પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સવપ્રિયતા ફરી એકવાર ઝળહળી ઉઠી હતી અને શહેરભરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.

https://sayajisamachar.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*
*