ઉતરાયણ પૂર્વે વડોદરા શહેરના કડક બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ચેકિંગ ડ્રાઇવ

ઉતરાયણના તહેવારને લઈને બજારોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે, ત્યારે વડોદરા શહેરના કડક બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે કડક બજારમાં આવેલી મીઠાઈ, ફરસાણ તેમજ ખાદ્ય સામગ્રી વેચતી દુકાનો પર તપાસ શરૂ કરી હતી. ચેકિંગ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા, એક્સપાયરી તારીખ, લેબલિંગ અને ફૂડ લાયસન્સ સહિતના મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું.વિભાગના અધિકારીઓ દ્વારા દુકાનદારોને તહેવાર દરમિયાન શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક જ વેચવા સૂચનાઓ આપવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે, જેને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવશે.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, જો તપાસમાં નિયમોનું ઉલ્લંઘન સામે આવશે તો સંબંધિત વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.ઉતરાયણના તહેવાર દરમિયાન નાગરિકોને આરોગ્યપ્રદ અને સલામત ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે આવી ચેકિંગ ડ્રાઇવ આગળ પણ ચાલુ રહેશે.

https://sayajisamachar.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*
*