કરજણ પો.સ્ટે.ના ડીઝલ ચોરીના ગુનામાં સંડોવાયેલ નાસતા-ફરતા આરોપીને શોધી કાઢતી વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ-ફર્લો સ્કવોર્ડ

શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા નાઓએ જિલ્લામાં બનતા વિવિધ ગુન્હામાં સંડોવણી ધરાવતા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા તથા ચોરીના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા અને જિલ્લામાં દાખલ થયેલ સિરીયસ તથા મિલ્કત વિરૂધ્ધના તેમજ અપહરણના ગુન્હાના કામે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન પુરૂ પાડેલ.તેમજ શ્રી સુશિલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓ દ્વારા “ઓપરેશન પરાક્રમ અંતર્ગત વિવિધ ગુનાઓના કામે નાસતા-ફરતા આરોપીઓ જેવા કે, મિલ્કતસબંધી, ચોરી, પ્રોહિબીશન, અપહરણ, લુંટ, ધાડ, છેતરપિંડી, વિશ્વાસઘાત, લેન્ડ ગ્રેબીંગ જેવા ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત આરોપીઓ તથા અલગ-અલગ ગેરકાયદેસર પ્રવ્રુતિ સાથે જોડાયેલ ગુનેગારોને શોધી કાઢી તેઓ સામે કડક કાર્યવાહી કરવા સારૂ સૂચના આપવામાં આવેલ હતી.કરજણ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૭૦૨૫૨૫૧૬૬૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨), ૧૧૨ (૨), ૫૪ મુજબનો ગુનો તા.૦૨/૧૧/૨૦૨૫ના રોજ નોંધાયેલ. જે ગુનાના કામના નાસતા-ફરતા આરોપી મુકેશભાઇ કાંતીભાઇ પરમાર રહે. પ્રથમપુરા (શી) તા.સાવલી જિ.વડોદરા નાએ અન્ય આરોપીઓ સાથે મળીને મોજે.સુરવાડા ગામની સીમમાં મુંબઇ દિલ્હી એક્સપ્રેસ હાઇવે ઉપર આ કામના ફરીયાદીની ટેંકરગાડી માંથી કુલ ડીઝલ ૭૦ લીટર કિંમત રૂ.૬,૪૪૦/- ની ચોરી કરી ગુન્હો આચરેલ જે ગુન્હો દાખલ થયા બાદ આરોપી આજદિન સુધી પોલીસ ધરપકડથી દુર હતો.જે સંદર્ભે શ્રી એસ.જે.જત, પોલીસ સબ ઇન્સ્પેકટર, પેરોલ-ફર્લો સ્કવોર્ડ, વડોદરા ગ્રામ્ય નાઓએ સ્ટાફના માણસોને વિવિધ ગુનાના કામે નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ આરોપીના વસવાટના સંભવિત તમામ સ્થળો પર જરૂરી વોચ ગોઠવી, માહિતી એકત્રીત કરી, વિશ્વાસુ બાતમીદારોને સક્રિય કરી આરોપીઓને શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ. જે દરમ્યાન ટીમના અ.હે.કો મોહમંદમુનાફ નુરમોહમંદ નાઓએ આરોપી બાબતે તપાસ કરતા આરોપી તેના ઘરે હોવાની સચોટ બાતમી મળતા જે બાતમીની ખરાઇ કરી શ્રી એસ.જે.જત પો.સ.ઇ. નાઓએ એક ટીમને તત્કાલિક વોચ તપાસમાં મોકલેલ જે દરમ્યાન મોજે.પ્રથમપુરા (શી) તા.સાવલી જિ.વડોદરા ખાતેથી આરોપીને શોધી કાઢી હસ્તગત કરેલ અને આગળની જરૂરી કાર્યવાહી સારૂ કરજણ પો.સ્ટે.માં સોંપવામાં આવેલ.

