ચોરીના આરોપીને મુદામાલ સાથે ઝડપી ગણતરીના કલાકોમાં અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી વરણામા પોલીસ

શ્રી સંદિપસિંહ, પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી સુશિલ અગ્રવાલ પોલીસ અધિક્ષકશ્રી, વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓએ વડોદરા ગ્રામ્ય જીલ્લામાં મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા માટે ઓપરેશન પરાક્રમ અંતર્ગત જરૂરી સુચનાઓ કરેલ હોઈ, જે આધારે શ્રી પી.એન.પટેલ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, કરજણ ડીવીઝન કરજણ નાઓએ અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સારુ તથા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.જે દરમ્યાન તારીખ-૧૦/૦૧/૨૦૨૬ ના કલાક ૧૮/૩૦ વાગ્યેથી તા.૧૨/૦૧/૨૦૨૬ ના કલાક ૧૩/૦૦ વાગ્યા દરમ્યાન મોજે ઈટોલા ફાટક પાસે આવેલ દેવ્યામી હાઈડ્રોસ્પીયર કંપનીમાં ઉપયોગમાં લેવાતા મટીરીયલ કોપર પાઈપ ટોટલાઈન જે એક પાઈપનું વજન ૨.૩ કિલો જેની એક કિલોની કિંમત રૂ.૧૫૦૦ લેખે એક પાઈપની કિંમત રૂ.૩૪૫૦/- જે આધારે કોપર પાઈપ ટોટલાઈન કૂલ નંગ ૨૪ ની કિંમત રૂ.૮૨,૮૦૦/- ની તેમની જ કંપનીના કોઈ કર્મચારી દ્વારા ચોરી કરેલ હોવાનું શક વહેમ હોવાનું જણાવેલ જેની ફરિયાદ ત.૧૩/૧૨/૨૦૨૬ ના નોંધાયેલ હોય તાત્કાલીક પોલીસ માણસો સદર ગુના બાબતે ચોરીમાં ગયેલ મુદામાલની તપાસમાં રહેવા સુચના કરેલ.જેથી તાત્કાલીક ચોરીનો અનડીટેક ગુનાને ડીટેકટ કરવા સારું પોલીસ માણસોની ટીમે ટેકનિકલ એનાલીસીસ તેમજ હ્યુમન સોર્સ દ્વારા કામગીરી શરૂ કરી દીધેલ તેમજ કંપનની ના તમામ કર્મચારીને બોલાવી યુક્તિ પ્રતી યુક્તીથી પુછપરછ કરતા કોન્ટ્રાક્ટ બેસ ના એક ક્રમચારી ધર્મેશભાઇ મીનેશભાઇ તડવી નાઓની હીલચાલ શંકાસ્પદ જણાતા
તેઓને પટાવી ફોસલાવી વધુ પુછપરછ કરતા જણાવેલ કે, તા.૧૦/૦૧/૨૦૨૬ ના રાત્રીના કલાક.૦૨/૦૦ વાગ્યાના અરસામાં તેને કંપનીના બીજા નંબરના ગેટ ઉપર ચડી કંપનીમાં પ્રવેશ કરેલ અને કંપનીની ઓફિસમાં જવાના દરવાજાની બાજુમાં આવેલ કાચની બારી ઉંચી કરી ઓફિસમાં પ્રવેશ કરી ઓફિસનો દરવાજો અંદરથી ખોલી નાખેલ અને કંપની માથી ત્રણ કોપર પાઈપના બોક્સ વારા ફરતી ઉપાડી ઓફીસના દરવાજાથી બહાર નીકળી કંપનીના બીજા ગેટથી બહાર કાઢી કંપની થી આસરે ૩૦૦ મીટર દૂર ચાણસદ ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ બંધ કંપનીના ગેટના કોટ ની પાસે સંતાડેલ હતા અને જે તમામ કોપર પાઈપ ટોટલાઈનના કૂલ નંગ ૨૪ રીકવર કરી આરોપી પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આગળની તપાસ ચાલુ છે.આમ વરણામા પોલીસ દ્વારા નોકર ચોરીના અનડીટેક ગુનાને ગણતરીના કલાકમાં ડીટેકટ કરી મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડી ગુનો ડીટેક કરવાની પ્રસંશનીય કામગીરી કરેલ છે

