ડભોઇ પોલીસે બાતમીને આધારે સુરજ ફળિયા ભાથુજી મંદિર પાસે થી જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા

ડભોઇ પોલીસે બાતમીને આધારે સુરજ ફળિયા ભાથુજી મંદિર પાસે થી જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા જ્યારે બે પકડવાના બાકી રેડ દરમિયાન દાવ ઉપર અને અંગ જડતી સાથે 21.350 રોકડા મળી આવ્યા જ્યારે ભીખન કુઈ પાસે જુગારની રેડ દરમિયાન સાત ઇસમોને ઝડપી પાડ્યા હતા દાવ ઉપર અને 12350 રૂપિયાના મુદામાલ કર્યો જપ્ત કર્યો હતો બે અલગ અલગ જુગારની રેડ દરમિયાન કુલ 10 ઇસમોને ઝડપી પાડી જુગાધારા મુજબ કાર્યવાહી કરી અને બે ભાગી ગયેલા પકડવાના બાકી હોય તેઓની સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના સુરજફળિયા ભાથુજી મંદિર પાસે જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ડભોઇ પીઆઇ જે એમ ચાવડા ની સૂચના મુજબ ડી સ્ટાફ પોલીસને અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો આ કાર્યવાહીમાં ત્રણ જુગારી ઝડપાઈ ગયા જેમાં જુબેર ગુલામભાઈ કડીવાલા વિશાલ વિક્રમભાઈ ગોકુળ વિજય વાઘરી આરોપીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપવામાં આવ્યા હતા જ્યારે બિસ્મિલ્લા ઉર્ફે બીસલો યુવાન રહેવાસી સાથોદ અને જીગર અભેસિંગ રહે ભીલવાડા બે આરોપી ભાગી ગયા હતા ભાગેડુ સામે કાર્યવાહી હાથ ધરી દાવ ઉપર અને અંગ જડતી સાથે કુલ રૂપિયા 21,850 નો મુદ્દામાલ કરજે કરી જુગારના બીજા બનાવવામાં બાતમીને આધારે ભીખનકુઈ પાસે લાઈટ ના અજવાળામાં કુંડારુવાળી પટ્ટા પાનાનો જુગાર રમતા પોલીસની રેલ દરમિયાન સાત વ્યક્તિઓ પકડાયા જેમાં અજરૂદ્દીન લીયકત, કાસમશા મલંગ શા, રફીકશા ઐયુબ શા, ઉસ્માન ગુલામભાઈ, ઝાકીર હુસેન ફકીર મહંમદ, તથા ફારૂક શા મકબુલ શાહ અને નુર મોહમ્મદ ભાઈ ને ઝડપી પાડી તેઓ પાસેથી અંગજડતી અને દાવ ઉપરના કુલ રૂપિયા 12,350 મુદ્દામાલ સાથે જુગારધારા 12 મુજબ તમામ સામે કાર્યવાહી હાથ ધરી જેલ ભેગા કરતા જુગારીઓમાં ફફરાટ વ્યાપી જવા પામ્યો હતો.

https://sayajisamachar.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*
*