પરમ પૂજ્ય પ્રદીપ મિશ્રાજી મહારાજની ગ્રીન શિવરાત્રિ અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ.
પરમ પૂજ્ય પ્રદીપ મિશ્રાજી મહારાજના માર્ગદર્શન હેઠળ આવનારી મહાશિવરાત્રિ નિમિત્તે એક અનોખી અને પર્યાવરણ સંવર્ધનનો સંદેશ આપતી “ગ્રીન શિવરાત્રિ” ઉજવવા જઈ રહ્યા છે. આ મહત્ત્વના આયોજન અંગે માહિતી આપવા માટે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.મહાશિવરાત્રી માત્ર ધાર્મિક પર્વ નથી, પરંતુ સમાજને નવી દિશા આપતો પાવન અવસર છે. પરમ પૂજ્ય પ્રદીપ મિશ્રાજી મહારાજ દ્વારા આ વર્ષે “ગ્રીન શિવરાત્રિ” ઉજવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ અનોખા અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, પર્યાવરણ જાગૃતિ અને પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ આપવામાં આવશે.આજની પત્રકાર પરિષદમાં આયોજક સમિતિના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શિવરાત્રિ દરમ્યાન પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, વધુમાં વધુ વૃક્ષો વાવવું તેમજ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવી એ મુખ્ય ઉદ્દેશ છે.“ભગવાન શિવ પ્રકૃતિના સ્વરૂપ છે. તેમની આરાધના સાથે જો આપણે પ્રકૃતિનું સંરક્ષણ કરીશું, તો સાચી શિવભક્તિ સાકાર થશે.”આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ-સંતો, ભક્તજનો અને સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા. સૌએ એકસુરે આ ગ્રીન શિવરાત્રિ અભિયાનને સફળ બનાવવા માટે સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.નિઃસંદેહ, પરમ પૂજ્ય પ્રદીપ મિશ્રાજી મહારાજની પ્રેરણાથી શરૂ થતી “ગ્રીન શિવરાત્રિ” માત્ર ઉત્સવ નહીં, પરંતુ આવનારી પેઢી માટે પ્રકૃતિ બચાવવાનો સંદેશ બનશે.

