મકરપુરા GIDCમાં શ્રી વેંકટેશ્વર મહાદેવ મંદિરમાં પરમ પૂજ્ય શ્રી પ્રદીપજી મિશ્રાજીની પધરામણી

વડોદરા શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં આવેલ પૌરાણિક શ્રી વેંકટેશ્વર મહાદેવ મંદિરમાં આજે ભક્તિભાવનો અદભૂત નજારો જોવા મળ્યો.પરમ પૂજ્ય શ્રી પ્રદીપજી મિશ્રાજીનું મંદિર ખાતે પધરામણું થતા સમગ્ર પરિસર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું.ઉલ્લેખનીય છે કે મકરપુરા GIDC વિસ્તારમાં આવેલ શ્રી વેંકટેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ બહેડિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે, જે આજે વિસ્તારના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.શ્રી પ્રદીપજી મિશ્રાજીના આગમન પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા. ફૂલોની વર્ષા, શંખનાદ અને ભક્તિભાવ સાથે ભક્તોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.આ સમગ્ર પ્રસંગ દરમિયાન મંદિર પરિસર આધ્યાત્મિક ઉર્જાથી છલકાઈ ઉઠ્યું હતું અને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

https://sayajisamachar.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*
*