મકરસંક્રાંતિના આગમન સાથે બજારોમાં શેરડી અને બોરના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો
મકરસંક્રાંતિના પાવન પર્વના આગમન સાથે બજારોમાં ઉત્સાહ છવાઈ ગયો છે. ઉતરાયણ નજીક આવતાં લોકોમાં ખરીદીનો ઉમંગ વધ્યો છે, જેના કારણે બજારમાં શેરડી અને બોરના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.ખાસ કરીને શેરડી અને બોરની માંગમાં ભારે વધારો થયો છે. પરંપરાગત રીતે મકરસંક્રાંતિના પર્વે શેરડી અને બોરનું વિશેષ મહત્વ હોવાથી લોકો મોટી સંખ્યામાં તેની ખરીદી કરી રહ્યા છે. આ વધતી માંગના કારણે વેપારીઓએ ભાવમાં વધારો કર્યો હોવાનું જણાવી રહ્યા છે.વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે પુરવઠો થોડો ઓછો હોવા સાથે ઉત્સવની માગ વધુ હોવાના કારણે ભાવોમાં ઉછાળો આવ્યો છે. બીજી તરફ ગ્રાહકોનો પણ મત છે કે તહેવારના માહોલમાં ભાવ વધારે હોવા છતાં ખરીદી કરવામાં આવી રહી છે.બજારમાં ઉતરાયણના માહોલ સાથે રંગીન પતંગ, દોરા અને પરંપરાગત ખાદ્ય વસ્તુઓની સાથે શેરડી અને બોરની ખરીદી પણ જોરશોરથી ચાલી રહી છે. આવનારા દિવસોમાં તહેવાર નજીક આવતા બજારમાં વધુ ભીડ જોવા મળશે તેવી શક્યતા છે.

