વડોદરાથી SOU માત્ર ૪૫ મિનિટમાં પહોંચી જવાશે વડોદરાથી ડભોઇ સિકક્સલેન
વડોદરાથી SOU માત્ર ૪૫ મિનિટમાં પહોંચી જવાશે વડોદરાથી ડભોઇ સિક્સલેન, જ્યારે ડભોઇથી SOU સુધી ફોરલેન રોડ બનશેજિલ્લામાંથી ૧૫૦ હેક્ટર જમીન સંપાદિત કરાશે દર્ભાવતી (ડભોઈ) નગરી હવે બાયપાસ થવા આગળ ધપી રહી છે. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ૭૧ કિમીનો એક નવીન રોડ બનવા જઈ રહ્યો છે. જેમાં વડોદરાથી ડભોઈ સિક્સ લેન માર્ગ થશે. ત્યારે ડભોઈથી એસઓયુનો માર્ગ ફોર લેન બનશે. આ પ્રોજેક્ટની પ્રાથમિક કામગીરી એટલે કે, જમીન સંપાદનની પ્રક્રિયા હવે તંત્રે તે જ કરી દીધી છે. જેમાં નવીન માર્ગ માટે ૧૫૦ હેક્ટર વડોદરા જિલ્લાની જમીન સંપાદન સંપાદન કરાશે. આ માર્ગ તૈયાર થાય તો, વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર ૪૫ મિનિટમાં પહોંચી જવાશે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે એક નવીન માર્ગ તૈયાર કરવાનો તખ્તો રાજ્ય સરકાર ગીતાસમ કાને જી.દ્વારા તૈયાર કરી દેવાયો છે. આ અંગે ડભોઈ ખાતે પીડબલ્યુડી સ્ટેટના નાયબ કાર્યપાલક ઇજનેર એ ડી જોશીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, આ નવીન માર્ગ બનવાનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. જેમાં આ કામની પ્રાથમિક કામગીરીમાં ઝડપથી જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવાના માટેની મંજૂરી હાલ સરકાર દ્વારા આપી દેવાઈ છે.જેમાં વડોદરાથી બજેઠા સુધીની જિલ્લાની ૧૫૦ હેક્ટર જમીન સંપાદન કરવાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. જમીન સંપાદન થયેથી તબક્કાવાર ટેન્ડર પ્રક્રિયા મંજૂરી વગેરે પ્રક્રિયા શરૂ થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડોદરાથી માત્ર ૭૧ kmમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર ૪૫ મિનિટમાં પહોંચી જવાશે. આ કામમાં વડોદરાથી ડભોઈનો માર્ગ સિક્સ લેન બનશે. જ્યારે ડભોઈ થી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો માર્ગ ફોર લેન બનશે. હાલના રનિંગ માર્ગ પર આવેલા તમામ ગામો પૈકી કેલનપુર, ડભોઈ અને તિલકવાડા આ નવીન માર્ગ બનવાથી બિલકુલ બાયપાસ થઈ જશે. વાત કરીએ ડભોઈની તો ડભોઈથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા ફરતીકુઈથી નવીન ડભોઈ બાયપાસ શરૂ થઈ સીધો સીતપુર પાટિયા નીકળશે. જેથી દર્ભાવતી (ડભોઈ) ચારથી પાંચ કિલોમીટર દૂર આ નવીન માર્ગથી થઈ જશે. જોકે આ સંપૂર્ણ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા ૩૮૦ કરોડ ફાળવી દેવાયા છે. ડભોઈ વડોદરા માર્ગ બનશે એ પણ વાત સારી છે. પરંતુ ડભોઈને દર્ભાવતીને આ બાયપાસનો શું લાભ મળશે તે વિચારવાનું રહ્યું.SOU Sભોઇ માટે આશીર્વાદ કે અભિશાપSOU ડભોઇ માટે અભિશાપરૂપ છે કે, આશીર્વાદરૂપ એ કાંઈ સમજાતું નથી. વર્ષો જુનો ડભોઈ વાયા વેગા થઈને આવતો રાજ્યગુરુ માર્ગ ડભોઇમાંથી પસાર થઈ નાંદોદી ભાગોળ આગળ ધપી તિલકવાડા અને SOU જાય છે. પરંતુ SOUના કારણે હવે આ માર્ગ ૬ લેન તો થશે પરંતુ ફરથી કોઈથી સીધો સિધ્ધપુર પાટિયા નીકળનાર હોય ડભોઇ સંપૂર્ણપણે બાયપાસ તો આ માર્ગનો લાભ ડભોઇ નગરને શું? વધુમાં SOUના કારણે લાંબા રૂટની ટ્રેનોનો લાભ ડભોઇને મળતો નથી.હાઈવે પહોળો કરવા હજારો વૃક્ષોનું નિકંદનવડોદરાથી SOU જતા માર્ગ પર મોટા ઘેરાવાના પરિપક્વ ૧૨૦૦૦થી વધુ વૃક્ષો હાઈવે પહોળો કરી ફોરલેન કરવા અગાઉ કાપી નખાયા છે. જેની સામે એકપણ વૃક્ષ ઉગાડાયું નથી. ત્યાંતો ફરી ટ્રાફિક મુક્તિ, હાઈસ્પીડ કનેક્ટિવિટીની કામગીરીની આડમાં હજારો વૃક્ષોનું નિકંદન કઢાશે. એ નક્કી છે ત્યારે વિકાસની આડમાં પર્યાવરણને બેધ્યાન કરાઈ રહ્યું છે. જે પર્યાવરણવિદો માટે ચિંતાનો વિષય છે.

