વડોદરા : મકરપુરા ડેપો પાછળ જશોદાનગર વિસ્તારમાં નજીવી બાબતે 40–42 વર્ષના વ્યક્તિની હત્યા, પોલીસ ઘટન

વડોદરા શહેરમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.મકરપુરા વિસ્તારમાં આવેલ જશોદા કોલોની ખાતે યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી મુજબ 42 વર્ષીય અનુપ ગજાનન પટેલ પોતાની ભાઈ અને ભાભીને મળવા માટે જશોદા કોલોની આવ્યો હતો.તે દરમિયાન અચાનક 20થી 25 લોકોના ટોળાએ તેના પર હુમલો કર્યો હતો.હુમલાખોરોએ યુવકના માથાને લોખંડની જાળી સાથે પછાડી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો,જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતીઅને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી છે.હાલ હત્યાના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી,પરંતુ પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.આ ઘટનાને પગલે જશોદા કોલોની સહિત સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો છે.

https://sayajisamachar.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*
*