વડોદરા: લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી શિવ મહાપુરાણ કથા ચોથા દિવસે પ્રવેશી, લાખો શિવભક્તોની હાજરી

વડોદરા શહેરના સરદાર એસ્ટેટ, આજવા રોડ પાસે આવેલા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે અગ્રવાલ અકોટા ગાર્ડન ગ્રુપ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પરમ પૂજ્ય પંડિત પ્રદીપજી મિશ્રાના મુખારવિંદથી ચાલી રહેલી શિવ મહાપુરાણ કથા આજ રોજ ચોથા દિવસે પ્રવેશી છે.કથાના ચોથા દિવસે લાખોની સંખ્યામાં શિવભક્તોએ ઉપસ્થિત રહી ભક્તિભાવપૂર્વક શિવ મહાપુરાણ કથાનું રસપાન કર્યું હતું. સમગ્ર પંડાલ ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો અને વાતાવરણ સંપૂર્ણ રીતે ભક્તિમય બની ગયું હતું.આ પાવન અવસરે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને પરમ પૂજ્ય પંડિત પ્રદીપજી મિશ્રાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બનાવવામાં આવેલા વિશાળ પંડાલમાં સેવા ભાવિ લોકો દ્વારા શિવભક્તોની નિઃસ્વાર્થ સેવા કરવામાં આવી રહી છે. પીવાનું પાણી, ભોજન, વ્યવસ્થા તેમજ સુરક્ષાની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે.શિવભક્તોમાં અદભૂત ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે અને આવનાર દિવસોમાં પણ મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

https://sayajisamachar.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*
*