શામગહાન ના રહેવાશી પ્રદીપ રાઉત તરફથી શિવારીમાળ અંધજન શાળામાં તલના લાડુનું વિતરણ,
વઘઈ : ડાંગ જિલ્લાના શામગહાન વિસ્તારના રહેવાશી અને સમાજસેવી શ્રી પ્રદીપ રાઉત દ્વારા શિવારીમાળ અંધજન શાળામાં સેવાભાવી કાર્ય હેઠળ તલના લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં અંધજન વિદ્યાર્થીઓને તલના લાડુ આપી તેમની સાથે તહેવારની ખુશીઓ વહેંચવામાં આવી હતી.આ અવસરે શ્રી પ્રદીપ રાઉતે જણાવ્યું હતું કે સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી ખુશી પહોંચે તે જ સાચી સેવા છે. શાળાના સંચાલકો દ્વારા આ સેવાભાવી પહેલ બદલ પ્રદીપ રાઉતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન શાળાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ આત્મીયતા અને આનંદથી ભરપૂર રહ્યું હતું

