સ્વેજલ વ્યાસ દ્વારા આયોજિત માતૃશક્તિ આશીર્વાદ યાત્રાનો પ્રથમ તબક્કો રવિવારે સફળતાપૂર્વક પૂર્ણ
સ્વેજલ વ્યાસ દ્વારા આયોજિત માતૃશક્તિ આશીર્વાદ યાત્રાનો પ્રથમ તબક્કો રવિવારે સફળતાપૂર્વક પૂર્ણ થયો.આ યાત્રા અંતર્ગત શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં માતૃશક્તિનું આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા.યાત્રા દરમિયાન મહિલાઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. માતૃશક્તિના સન્માન અને સશક્તિકરણના સંદેશ સાથે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી.આ પ્રસંગે સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે માતૃશક્તિ સમાજની આધારશિલા છે અને તેમના આશીર્વાદથી જ સમાજ અને રાષ્ટ્ર પ્રગતિ કરે છે. આગામી સમયમાં યાત્રાના અન્ય તબક્કાઓ પણ યોજવામાં આવશે તેમ તેમણે જણાવ્યું.યાત્રાના પ્રથમ તબક્કાની સફળ પૂર્ણતાથી આયોજકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

