ગુતાલના રામાપીર મંદિરે પગપાળા આવતા ભક્તોની હિરાવંશી મિત્ર મંડળ દ્વારા સેવા

વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે આવેલા પ્રસિદ્ધ રામાપીરના મંદિરે દર્શન માટે આજુબાજુના અનેક ગામડાઓમાંથી ભાવિક ભક્તો પગપાળા આવી રહ્યા છે. આવા પગપાળા આવતા ભક્તોની સેવા માટે હિરાવંશી મિત્ર મંડળ, વાઘોડિયા દ્વારા નિઃસ્વાર્થ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.રામાપીર પ્રત્યે અઢળક શ્રદ્ધા ધરાવતા ભક્તોને મુસાફરી દરમિયાન કોઈ તકલીફ ન પડે તે હેતુસર હિરાવંશી મિત્ર મંડળ દ્વારા પીવાનું પાણી, અલ્પાહાર તેમજ આરામની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. મિત્ર મંડળના યુવાનો દ્વારા સતત દેખરેખ રાખીને ભક્તોની સેવા ભાવપૂર્વક કરવામાં આવી રહી છે.સ્થાનિક ભક્તોએ હિરાવંશી મિત્ર મંડળની આ સેવાભાવી પ્રવૃત્તિની ભરપૂર પ્રશંસા કરી છે અને આવા ધાર્મિક સેવા કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું છે

https://sayajisamachar.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*
*