વઘઈ તાલુકાના કુડકસ ગામે નાળા કામમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર, વિકાસ રુંધાતો

વઘઈ તાલુકાના કુડકસ ગામે નાળા કામમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર, વિકાસ રૂંધાતોવઘઈ તાલુકાના કુડકસ ગામે સાતપુડે ફળીયામાં બનેલા નાળા ના કામમાં ભય વગર ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની ગંભીર ફરિયાદો સામે આવી છે. તાલુકા પંચાયત હસ્તક નાળા નાં કામમાં કોન્ટ્રાકટર, તલાટી કમ મંત્રી અને બાંધકામ ઇજનેરોની સાંઠગાંઠ હોવાનો આક્ષેપ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે.નાળા ના બાંધકામમાં નિમ્ન કક્ષાનું મટીરીયલ વપરાયું હોવા છતાં જવાબદાર બાંધકામ ઇજનેર આશિષ ભોયે દ્વારા નજર ફેરવવામાં આવી નથી તેનાં કારણે . ગુણવત્તા વિનાનું કામ થતા પહેલા જ વરસાદમાં નાળા ના ભાગો ધોવાઈ જવા પામ્યા છે, જે વિકાસની વાસ્તવિકતા સામે લાવે છે.આ મામલે તે સમયના તાલુકા વિકાસ અધિકારીએ વઘઈ તાલુકાના બાંધકામ ઇજનેર આશિષ ભોયે તેમજ મદદનીશ ઇજનેર રજનીશ પટેલને નાળા ફરીથી બનાવવાના સ્પષ્ટ આદેશ આપ્યા હતા, છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી થતી નથી. પરિણામે ગામનો વિકાસ જાણે જાણે અટકાવી દેવાયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.સ્થાનિક ગ્રામજનોએ માંગ ઉઠાવી છે કે આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવી દોષિત કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, નહીતર જનઆક્રોશ વધવાની પૂરી શક્યતા છે.રિપોર્ટર :

https://sayajisamachar.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*
*