નસવાડી તાલુકાના મેડિયા અને વિયાવાંટ ગામને જોડતા મુખ્ય રોડ પર એક મોટો અને ઊંડો ભુવો પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો

નસવાડી તાલુકાના મેડિયા અને વિયાવાંટ ગામને જોડતા મુખ્ય રોડ પર એક મોટો અને ઊંડો ભુવો પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભુવો એટલો ઊંડો હતો કે એક માણસ સમાઈ જાય તેવી સ્થિતિ હતી, છતાં લાંબા સમય સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ગામલોકો જાતે જ આગળ આવી રસ્તાના ખાડા પુરવા મજબૂર બન્યા હતા.સ્થાનિકોના જણાવ્યા મુજબ નસવાડી, બોડેલી, ડભોઇ, વડોદરા તેમજ રાજપીપળા જવા માટે આ માર્ગ મહત્વનો છે. આ વિસ્તારમાં આવેલા ૨૫થી વધુ ગામોના લોકો રોજબરોજ આ રસ્તેથી અવરજવર કરે છે. ભુવાના કારણે અગાઉ બે થી ત્રણ અકસ્માત થયા હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા ખાડા ન પુરાતા અંતે ગામલોકોએ પોતાની સુરક્ષાની ચિંતા કરીને શ્રમદાન કર્યું અને રોડ પર પડેલા ખાડા જાતે પુર્યા હતા. ગ્રામજનોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જો સમયસર કામગીરી કરવામાં આવી હોત તો અકસ્માતો ટાળી શકાય તેમ હતા.સ્થાનિકો દ્વારા તાત્કાલિક કાયમી મરામત કરવાની માંગ ઉઠી રહી છે જેથી ભવિષ્યમાં ફરી આવી સ્થિતિ ન સર્જાય.

https://sayajisamachar.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*
*