ICSI વડોદરા ચેપ્ટરના નવા પદાધિકારીઓની નિયુક્તિ કરાઇ

ઇન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઇન્ડિયા (ICSI)ના વડોદરા ચેપ્ટરમાં વર્ષ ૨૦૨૬–૨૭ માટે નવી કાર્યકારી સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. વડોદરા ચેપ્ટરના હાલના ચેરમેન CS અલ્પેશ પંચાલ, પૂર્વ ચેરમેન CS અંકુર સોમાણી તેમજ CS મિતુલ સુથારની ગૌરવભરી ઉપસ્થિતિમાં નવી ટીમને જવાબદારીઓ સોંપવામાં આવી.વર્ષ ૨૦૨૬–૨૭ માટે વડોદરા ચેપ્ટરના ચેરમેન તરીકે CS સાગર ટેલરની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે વાઇસ-ચેરમેન તરીકે CS કિર્તિ પાવર, સેક્રેટરી તરીકે CS દીપાલી દેસાઈ અને ટ્રેઝરર તરીકે CS કેદાર મરાઠેને જવાબદારી સોંપવામાં આવી છે.નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને વડોદરા ચેપ્ટરની પ્રવૃત્તિઓને વધુ સક્રિય, વ્યાવસાયિક અને સભ્યો માટે લાભદાયક બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

https://sayajisamachar.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*
*